અસ્સી- રાકેશ ઠક્કર તાપસી પન્નુના એક શક્તિશાળી અભિનેત્રી તરીકેના જે ચાહકો છે એ ચોક્કસપણે ફિલ્મ ‘અસ્સી’ માટે તેને 90 થી 95 માર્ક્સ આપી શકે છે. જો અભિનયમાં વિવિધતા અને પાત્રની નવીનતાની વાત કરીએ તો તેને 80 થી 85 માર્ક્સ આપવા વધુ તટસ્થ ગણાશે. અલબત્ત 100 માંથી 100 માર્ક્સ કદાચ તેના ઉમદા ઈરાદાને આપી શકાય. પરંતુ એક કલાકાર તરીકે તેના શ્રેષ્ઠ અભિનયની યાદીમાં 'થપ્પડ' હજુ પણ ટોચ પર રહેશે. તાપસીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર 'ગ્લેમર' માટે નહીં પણ સામાજિક રીતે મહત્વના અને અઘરા વિષયો માટે ફિલ્મો પસંદ કરે છે. તે આ પ્રકારના ગંભીર રોલ્સમાં માહેર થઈ ગઈ છે. તેણે પાત્રની ગંભીરતાને ક્યાંય પણ ઓછી થવા દીધી નથી. કેટલાક વિવેચકો માને છે કે આ વખતે કંઈ નવું જોવા મળ્યું નથી. ‘મુલ્ક’ માં તેણે વકીલનું પાત્ર ભજવ્યું હતું લગભગ તેના જેવું જ