વિસ્મૃતિ - ભાગ 4

  • 164
  • 64

ક્વીન મેરી યુનિવર્સિટી લાયબ્રેરી, લંડનલંડનનું આકાશ આજે થોડું ભૂખરું દેખાઈ રહ્યું હતું. જાન્યુઆરીની થીજવી દેતી ઠંડીમાં આખું શહેર બરફની ચાદર ઓઢીને સૂતું હતું, પણ રિયાની આંખોમાં ગઈકાલથી ઊંઘનું એક ટીપું પણ નહોતું... ગઈકાલે સેલ્ફ્રીજીસના પેલા શાંત કાફેમાં અભીરે જ્યારે મજાકમાં 'રી-પુ' શબ્દ ઉચ્ચાર્યો, ત્યારથી રિયાના મગજમાં વિચારોનું એક વંટોળ સર્જાયું હતું...  એ નામ સાંભળતા જ તેના મગજમાં જે વીજળી જેવો ઝબકારો થયો હતો, તે કોઈ સામાન્ય ઘટના નહોતી. તેને લાગતું હતું કે તેના ભૂતકાળના બંધ દરવાજા પર કોઈ સતત ટકોરા મારી રહ્યું છે...સવારે વહેલા ઉઠીને, નિહારિકા હજુ ઊંઘતી હતી ત્યારે જ રિયા તૈયાર થઈને યુનિવર્સિટી પહોંચી ગઈ હતી. તેને આજે