ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 65શિર્ષક:- ચમત્કારોની ભીતરમાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 65.."ચમત્કારોની ભીતરમાં"આધ્યાત્મિક ક્ષેત્રમાં ચમત્કારની ચર્ચા ન હોય તેવું ભાગ્યે જ બને. સંતોનાં, ભક્તોનાં ચરિત્રો ચમત્કારોથી ભરપૂર હોય. આ ચમત્કારોમાં કેટલું તથ્ય હશે તેની કોઈને પરવા નથી હોતી. શ્રદ્ધા અને તેમાં પણ અંધશ્રદ્ધાનું ક્ષેત્ર સંશોધકો વિનાનું હોય, એટલે સત્ય-અસત્યનો ભેદ કરવો તેમના માટે લગભગ શક્ય નથી હોતો. આ ચમત્કારોની કથાઓ તથા ચમત્કારપ્રિય અભિગમે ભારતને પારાવાર હાનિ પહોંચાડી છે. પ્રત્યેક કુદરતી કે અકુદરતી આપત્તિમાં માણસો કોઈક ચમત્કારની અપેક્ષા રાખતા થઈ જાય છે. વ્યક્તિના વ્યક્તિગત પ્રશ્નો હોય તોપણ કોઈ સંતપુરુષ આશીર્વાદ આપે ને