ધડામ....એને જોરથી બુક પછાડી અને આખી લાઇબ્રેરીની શાંતિ ભંગ થઈ ગઈ...લાઈબ્રેરીયન સાથે એક છોકરી લડાઈ કરી હતી...ખભા સુધી આવે એટલે વાંકડીયા વાળ, મોટી મોટી આંખો, ગાલ ઉપર એક ડિમ્પલ...લગભગ 5.6 હાઈટ.. ટૂંકમાં કહું તો પરફેક્ટબુકના 2 પાના ફાટેલા હતા એ કારણે લડાઈ, 2 પાના માટે કોઈ લડાઈ કે ગુસ્સો કરે એટલે કદાચ એ સારી રીડર હશે.. હાઈ હિલ, ટી શર્ટ અને જીન્સ ઉપરથી લાગ્યું કોઈ વર્કિંગ વુમન હશે..પણ નાનકડી લેધર બેગ થઈ નક્કી થઈ ગયું કે કોલેજ સ્ટુડન્ટ છે..લગભગ 15 16 દિવસ ના અવલોકનથી ખબર પડી કે સનકી છે..દર 2 દિવસે એનો ઝગડો જોવા મળે,ક્યારેક બુક માટે, ક્યારેક બુકના કવર