બોર્ડર 2- રાકેશ ઠક્કર ફિલ્મ ‘બોર્ડર 2’ એ તમામ સૈનિકોને એક સલામ છે જેઓ દેશ માટે જીવે છે અને મરે છે. ગુંડાઓની ગેંગવોર કરતા સૈનિકોની રણનીતિ અને તેમનું બલિદાન જોવાથી યુવા પેઢીમાં દેશ પ્રત્યેનો આદર વધે છે. ‘ધુરંધર’ એ દિમાગની રમત છે જ્યારે ‘બોર્ડર ૨’ હૃદયની વાત છે. રણવીર સિંહ એક જાસૂસના પાત્રમાં અદભૂત રહ્યો છે પણ એમાં હિંસા અને અંડરવર્લ્ડનું ચિત્રણ વધુ છે. જ્યારે ‘બોર્ડર ૨’ એ સીધી રીતે રાષ્ટ્રભક્તિ અને ત્યાગની વાત કરે છે. સંદેશ એ છે કે સમાજમાં જ્યારે હિંસા અને ગેંગસ્ટર કલ્ચરને ગ્લોરીફાય કરવામાં આવતું હોય ત્યારે ‘બોર્ડર ૨’ જેવી ફિલ્મો જોવી ખરેખર જરૂરી બની જાય છે. નિર્દેશક અનુરાગ સિંહે જે.પી. દત્તાના