સાત સમંદર પાર - ભાગ 5

  • 162

માછલી જેમ પાણી વગર તરફડે તેમ પ્રિયાંશીને મેળવવા માટે તરફડી રહેલો મિલાપ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો કે પ્રિયાંશી પોતાની તરફ ઢળે પરંતુ પ્રિયાંશીના જીવનનો ગોલ કંઈક અલગ જ હતો...સમય પસાર થયે જતો હતો, હવે પ્રિયાંશીની અને મિલાપની બંનેની ફાઈનલ એક્ઝામ નજીક આવી રહી હતી તેથી બંને જણાં તેની તૈયારીમાં પડી ગયા હતા...પ્રિયાંશીના ઘરમાં પ્રિયાંશીનો વાંચવાનો રૂમ અલગ જ હતો. બસ,પ્રિયાંશી અને તેની હાથમાં પણ ન સમાય તેવી જાડી જાડી ચોપડીઓ... તેને તો જાણે બીજું કંઈ જ સૂઝતું નહોતું...પ્રિયાંશી પોતાના ભાઈ રાજનને પણ અપાર પ્રેમ કરતી હતી રાજન પણ પોતાની બેનનો પડ્યો બોલ ઝીલી લેતો હતો તે પણ પોતાની બેન પ્રિયાંશીને