તે દિવસે તેણે રાત્રે જે પ્લાન બનાવ્યો હોય છે, તે બાબતે વિચારી ઓફિસે પહોંચે છે અને તે માટે બધી વ્યવસ્થા કરે છે. અને બપોરે ૧:૦૦ વાગ્યા આસપાસ ઝડપથી શિખાને પોતાની કેબિનમાં આવવા જણાવે છે.શિખા શિખરની કેબિન તરફ આવતી જ હોય છે, ત્યાં રસ્તામાં શિખર તેને મળી જાય છે અને શિખર ઝડપથી તેને પાર્કિંગ તરફ ઝડપથી જવા માટે જણાવે છે. શિખા કંઈ સમજે તે પહેલાં શિખર તેના લેપટોપ અને બેગ સાથે પોતાની ગાડીમાં ગોઠવાઈ જવા જણાવે છે.ત્યારે શિખા પૂછે છે, “સર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”ત્યારે શિખર જણાવે છે કે, “આપણે એક ક્લાયન્ટ સાથે અર્જન્ટ મીટિંગ માટે જઈ રહ્યા છીએ.”શિખા બોલે