‼️કૃષ્ણ સદા સહાયતે ‼️

(96)
  • 2.4k
  • 1
  • 740

પાઢ -૧  "દુઃખનું મૂળ, શબ્દોનું શાણપણ"​શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો યુદ્ધ પછીનો સંવાદ:​અઢાર દિવસના ભયાનક યુદ્ધે હસ્તિનાપુરને કબ્રસ્તાનમાં ફેરવી દીધું હતું. ચારે તરફ મૃત્યુની ગંધ, વિધવાઓના આક્રંદ અને અનાથ બાળકોની નિરાશા હતી. વિજયી પાંડવોની મહારાણી, દ્રૌપદી, મહેલના એક શાંત ઓરડામાં પલંગ પર અચેત બેઠી હતી. યુદ્ધે માત્ર તેના પ્રિયજનોને જ છીનવી નહોતા લીધા, પણ ૮૦ વર્ષના વૃદ્ધની જેમ તેને માનસિક અને શારીરિક રીતે થકવી દીધી હતી. તેની નજર શૂન્યતા તરફ મંડાયેલી હતી, જાણે તે આ ભયાનક વાસ્તવિકતા સ્વીકારી શકતી ન હોય.​એટ