સતત એકની એક સ્પીચથી પ્રવિણ કંટાળી ગયો. તેણે ફ્રી રાજને કોલ લગાવવાનું ટાળી દીધું. રાજ પર ગુસ્સો આવતા પ્રવિણે એની સાથે વાત કરવાની નારાજગી જાહેર કરી. પ્રવિણે નિર્સગને આવવા માટે કોલ લગાવ્યો. નિસર્ગે રાજ પાસે જે બહાનું કાઢેલું હતું એ જણાવી દીધું.પ્રવિણ એ બાબતે આગળ કશું ના બોલી શક્યો. નિસર્ગની નારાજગી એની જગ્યાએ સાચી હતી. પ્રવિણને છેલ્લી આશ હાર્દિક પર હતી. કદાચ, એના દીકરા આર્યની ખુશીની સલામતી માટે સોમનાથ દાદાના દર્શન કરવા માટે એ આવી શકે.પ્રવિણે હાર્દિકને કોલ લગાવ્યો. એક રીંગમાં હાર્દિકે કોલ ઊપાડી લીધો."હેલો પ્રવિણભાઈ, જય સોમનાથ કેમ છે તબિયત પાણી ?""જય સોમનાથ હાર્દિક, તું આવતી કાલે જ અહી આવવા નીકળી