કમલભાઈએ એમના પિતૃના મોક્ષર્થે પિંડ દાનની વિધિ કરાવવાની હતી.પ્રવિણને પિંડ દાનની વિધિ કરતા બહુ તો એક કલાક થતી હતી.પ્રવિણે કમલભાઈને સ્વસ્થ જગ્યાએ આસન પર બેસાડ્યા.પોતાની સાથે રાખેલો સામાન એક એક કરીને બહાર કાઢ્યો.એ સાથે એણે બોક્સમાંથી ચશ્મા કાઢીને પહેરી લીધા. પિંડ દાનની વિધિ પ્રવિણે ચાલુ કરી દીધી.ખૂબ જ ધાર્મિક રીતે મંત્રોચ્ચાર વડે વિધિની શરુઆત થઈ.મંત્રોચ્ચાર કમલભાઈના કાન સાંભળી રહ્યા હતા ત્યારે એમના આત્માને પરમ શાંતિ મળી રહી હતી.કમલભાઈ પ્રવિણના મુખેથી મંત્રોચ્ચાર જોઈને આકર્ષિત થઈ ગયો હતો. એક કલાકમાં પ્રવિણે વિધિ સમ્પન્ન કરી નાખી. કમલભાઈએ ખુશ થઈને પ્રવિણને ત્રણ હજાર દક્ષિણા પેટે આપી દીધા. "અરે કમલભાઈ આટલી દક્ષિણા