હેતલની નોટીસ સાંભળીને દલપત દાદાને માયનોર હાર્ટ એટેક આવી ગયો; પ્રવિણ એ ન્યુઝથી ચિંતામાં આવી ગયો. જોકે એટેકને કારણે દલપત દાદાને બીજી કોઈ તકલીફ થઈ ન હતી. એ વાતથી પ્રવિણને રાહત થઈ.ડૉકટરે પ્રિસ્ક્રીપ્શનમાં લખેલી દવાઓ મેડીકલમાં લઈને દલપત દાદા સાથે રીક્ષમાં બેસીને ઘરે પહોંચી ગયા. ઘરે પારુલ સોમનાથ દાદાને સતત પ્રાર્થના કરી રહતી હતી. દલપત દાદાના ચેકઅપમાં કોઈ ચિંતા જેવો વિષય ના હોય. પ્રવિણે આવીને એટેક વાળી પારુલને વાત કહી તો તેણીની ચિંતા એનાં હાવભાવમાં દેખાઈ આવી. "એમ કાંઈ હું આવા નાના મોટા એટેક્યામાં મરી નથી જાવાનો. મેં પ્રવિણને પહેલાં કહ્યું હતું કે ડૉકટર પાસે જશું એટલે એ નવી ઉપાધિમાં મૂકી