હેતલ તેણીની ગેરવ્યાજબી જિદ્દને લીધે ઘરે આવવાં માંગતી ન હતી. રવિ અને પારુલ તેણીની જિદ્દ સામે નમતું મુકવાની દલપતદાદા અને પ્રવિણને મનાઈ કરી દીધી હતી. પૂરો દિવસ ચિંતાને કારણે કોઈને જમવાનું ભાવ્યું નહિ. રાતના સમયે બપોરનું શાક પારુલે ફ્રિઝમાંથી બહાર કાઢીને ગેસ પર ગરમ કરી લીધું. એ પછી બાજરાના રોટલા અને થોડીક રોટલી રવિ અને વત્સલ માટે બનાવી લીધી.પારુલે જમવાનું બનાવીને દલપતદાદાની થાળી તૈયાર કરીને એમના રૂમમાં દેવા ગઈ."પિતાજી ! આ તમારી જમવાની થાળી તૈયાર કરી દીધી. બપોરે પણ તમે જમ્યું નથી. અત્યારે તમારે દવા લેવાની છે, તો સરખું જમી લેજો. રાત્રે, હું તમને દૂધનો ગ્લાસ આપી જઈશ."સ્ટુલ પર થાળી