એકાંત - 107

  • 274
  • 152

રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવી રહ્યાં હતાં. હેતલ જરુરથી વધુ ખુશ લાગી રહી હતી.આટલી ખુશ તેણીને રવિએ એનાં ઘરમાં પણ જોઈ ન હતી.રસ્તામાં સૌને ખાવાં માટે રવિએ બટર સ્કોચ ફલેવરનો આઈસ્ક્રીમ ખરીદી લીધો હતો.ઘરે પહોંચતાં જ હેતલને આઈસ્ક્રીમને ત્રણ બાઉલમાં કાઢી લીધો હતો.વધારાનો આઈસ્ક્રીમ તેણીએ ફ્રીજરમાં એર ટાઈટ ડબ્બામાં મૂકી દીધો.હેતલ એક ટ્રેમાં ત્રણ બાઉલ લઈને હોલમાં ટી.વી.જોતાં રવિ અને વત્સલ પાસે આવી ગઈ.વત્સલને આઈસ્ક્રીમની સુગંધ જોઈને મોઢામાં પાણી આવી ગયુ.આમ પણ નાના બાળકોને આઈસ્ક્રીમ સૌથી પ્રિય હોય છે.ગરમીની મૌસમ હજું ગઈ ન હતી.આ સમયે રાતની ઠંડકમાં આઈસ્ક્રીમ ખાવાથી આંતરિક ઠંડકતા પણ એટલી