એકાંત - 106

રવિ અને વત્સલે હેતલને ખૂબ મનાવી પણ હેતલ જિદ્દ પર અડી ચૂકી હતી. તેણીએ થોડાંક સમય માટે એની જિદ્દ બાજુ પર મૂકી. રવિ અને વત્સલને જમવાનું બનાવીને જમાડી દીધું. વત્સલ જમીને નિંદ્રાધીન થઈ ગયો હતો. હેતલ બાકીનાં કામો કરીને રૂમની અંદર આવી તો રવિ હજું જાગી રહ્યો હતો.હેતલને રૂમની અંદર જોતાં રવિ બોલ્યો, "મારે તારી સાથે થોડીક એકાંતમાં વાતો કરવી છે. આપણે બીજાં રૂમમાં વાતો કરવાં જઈ શકીએ છીએ ? અહીં આપણી વાતોથી વસુ જાગી જશે એનો ડર રહેશે."હાર્દિકની વાત સાંભળીને હેતલે હકારમાં માથુ હલાવ્યું. એ રૂમમાંથી તેઓ બન્ને બહાર નીકળીને આગળ આવેલ તેણીનાં પપ્પાના રૂમમાં વાતો કરવા જતા રહ્યા. રૂમની