એકાંત - 82

  • 288
  • 154

દલપતદાદાની વાતો સાંભળીને પ્રવિણ શરમાઈ ગયો. એમના સવાલોના જવાબમાં એણે ખાલી એટલું કહ્યું કે, એને કોઈ ખબર નથી કે પારુલને કોઈ પ્રસંગમાં જવાનું છે કે નહીં ? પ્રવિણ દલપતદાદાની રજા લઈને ચાય પીવા જતો રહ્યો. ત્યાં એણે પારુલ સાથે ધીમેકથી ઝઘવાનું ચાલું કરી નાખ્યું. "તારે લીધે મારે પિતાજીનો ગુસ્સો સહન કરવો પડ્યો.""એમાં, મેં તમને શું કર્યું કે તમે મારાં પર ખીજ ઊતારો છો. આ લ્યો છાનામાના ચાય અને ખાખરા ખાઈ લ્યો." પારુલે ચાય અને નાસ્તો આપતાં કહ્યું. "તારે કારણે જ થયું છે. મેં તો તને ખાલી એમ કહ્યું હતું કે મને મહેંદીની સુગંધ ગમે છે. તું તો મહેંદીનો મોટો કટોરો લઈને મારી સામે