એકાંત - 81

  • 320
  • 182

પારુલને પ્રવિણનો દાઝેલો ચહેરો લગ્નની પહેલી રાત્રે જોયો હતો; એનું સ્મરણ થવાં લાગ્યું. પહેલી વાર ચહેરો જોઈને લાગેલી બીકથી એ ચહેરો તેણીએ કાયમ માટે પોતાનો બનાવી લીધો હતો. એ ચહેરો યાદ કરતાં પારુલનાં શરીરમાં ધ્રુજારી વછુટી ગઈ."તને ઊભા ઊભા વીજળીનો કરંટ આવતો લાગે છે ? મારી જેમ તું સીધી ઊભી રહી શકતી નથી."પારુલનું ધ્યાન તો ક્યાંક બીજે હતું. તેણીએ પ્રવિણની વાત સાંભળી નહીં તો કોઈ પ્રત્યુતર પણ આપ્યો નહીં. પ્રવિણે ચપટી વગાડીને તેણીનું ધ્યાન પોતાની તરફ કર્યું. "તું ક્યારની ક્યા વિચારોમાં ખોવાયેલી છે ? હું અહીં તારી સાથે વાતો કરું છું અને તું કોઈ જવાબ આપી રહી નથી." અકડાઈને પ્રવિણે કહ્યું."મને માફ