એકાંત - 80

  • 268
  • 138

ઘણી ફુરસદની સાથે પ્રવિણ અને પારુલ બપોરના સમયે એમના રૂમમાં વાતોએ વળગી ગયાં હતાં. પારુલે એની પસંદ જણાવી દીધી હતી; જે પ્રવિણને છોડમાંથી ખીલતી કળી જેવી કોમળ લાગી રહી હતી. તેણીની એ પસંદને પ્રવિણ સુગંધની જેમ માણવાં લાગ્યો. પારુલે પ્રવિણને એની પસંદ વિશે પૂછ્યું, ત્યારે પ્રવિણે એની પસંદ દર્શાવતાં કહ્યું : "મને સ્ત્રીઓ એની હાથમાં મહેંદી મુકે છે, એ તાજી મહેંદીની ખુશ્બુ જે મારાં રોમેરોમમાં ઊતારવી બહું ગમે છે.""રવિના મેરેજનાં સમયે મેં હાથોમાં મહેંદી લગાવી હતી તો તમે તો મારી મહેંદી તરફ જોયું પણ ન હતું." મોં મચકોડીને પારુલે ફરિયાદ કરી."એ લગ્નનો સમય હતો. ઘરમાં ઘણાં બધાં કામો હતાં. મહેમાન આવેલાં