દલપતકાકા પ્રવિણને લગ્ન વિશે સમજાવી રહ્યા હતા; પણ પ્રવિણને લગ્ન કરવાની ઈચ્છા જાણે અંદરથી મરી ગઈ હતી. એના પપ્પાએ કહેલી વાતોની પ્રવીણને કોઈ અસર થઈ રહી ન હતી."તને હું આટલો સમજાવી રહ્યો છું અને તારે સમજવું નથી."દલપતકાકાને કહેવાથી પ્રવિણ એની રૂમ તરફ જતા અટકીને એમની સામે જોયું, "મને પણ એવું લાગતું હતું કે પ્રેમ એ જ સર્વસ્વ હોય છે. પ્રેમની આગળ બીજા સુખો ક્ષણિક હોય છે. એ મારી ધારણા હતી, જે એક ઘટના પછી ધારણા તુટી ગઈ. લોકો લગ્ન જ પ્રેમ માટે નહીં પણ સંસાર શરૂ કરવા માટે કરે છે. અહીં લગ્ન કરીને મારો સંસાર શરૂ થવાનો જ નથી તો લગ્ન