પ્રવિણે એના જીવનમાં ઘણા બધા બદલાવ કરી નાખ્યા હતા. સૌથી અલગ રહીને પણ અલગ થયો ન હતો. એ કુલદીપનાં પેરેન્ટ્સને પોતાનાં માનીને દર મહિને ઘરનું કરિયાણું પહોંચાડી દેતો હતો, પણ એમને સમય આપવાનું આવતું ત્યારે પ્રવિણ એ વિશે વિચાર સુધ્ધા કરતો નહીં.પ્રવિણની એકલવાયી જીંદગી જોઈને એની મમ્મીની ચિંતાઓ વધારવાં લાગી. એક સમય એવો આવ્યો કે ડૉકટરે એમને બેડ પર પૂરો આરામ કરવાનું ફરમાન આપી દીધું હતું. એ સમયે એક સ્ત્રીને એક સ્ત્રીની જરૂર હતી.પ્રવિણના મામાએ એમનાં બેનની આવી હાલત જોઈને પ્રવિણનાં લગ્ન કરાવી દેવાની સલાહ દલપતકાકાને આપી દીધી."તમે પ્રવિણ વિશે બધુ જાણો તો છો તે છતાં તમે એના લગ્નની વાત