અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -29

(11)
  • 226
  • 1
  • 160

“ કાકુ..તમને હું ચા મૂકી આપું? પછી હું બાઈક પર બહાર આંટો મારી આવું..ઘણા સમયે આપણે આવ્યા અહીં કશું લાવવાનું છે તો હું બજારમાથી લેતો આવું? નાહવાના સાબુ, શેમ્પુતો લાવવાનાં છે પહેલા ચા મૂકી આપું..”સોહમ બોલ્યો.. દિગુકાકા અવાક બની સોહમ સામે જોવા લાગ્યા..બોલ્યા “ તું ચા બનાવીશ ? તને આવડે છે બનાવતા? અરે દિવાળીએ ક્યારની બનાવી દીધી છે દૂધ પણ એના વાડેથી લઇ આવેલી..અને જો તારી એણે રાખી છે..સરસ બનાવી છે કડક મીઠી.. તું પણ ગરમાંગરમ પી લે.. હું કહું છું એને કે તને આપી દે..પણ સોહુ તું વાડીએ ગયેલો કોણ મળ્યું? કેમ તરત પાછો આવ્યો ? કોઈ હતું નહીં ?