: જીન :હમણાં તાજેતરમાં એક રાજસ્થાનનો કિસ્સો જોવા મળ્યો. એક માણસના શરીરમાં ફોળકી થાય છે, અને એ ફોળકી ડોક્ટર ફોડે છે. એમાથી સોય નીકળે છે, અને તે પણ નાકાવાળી.આ સમાચાર સાંભળી ને મને અમારા ગામમાં થયેલી એક ઘટના યાદ આવી ગઈ, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું.મારા લગ્ન પહેલા ની વાત છે. મારા સસરા ડોક્ટર હતા, અને તેમના પાસે વાડિયેથી એક ખેડૂત એકાંતરે બે દિવસે પોતાની ફોળકી ફોડાવવા આવતો. મારા સસરા ફોળકી ફોડે, ત્યારે તેમાંથી સ્ટીલની નાકાવાળી સોય નીકળતી.આ વાત સામાન્ય લાગતી, પણ વારાફરતી બંને ભાઈઓને આવી રીતે ફોળકી થઈ હતી અને તેમાંથી સોય નીકળતી. એક ભાઈ ગુજરી