ભાગવત રહસ્ય - 203

  • 546
  • 184

ભાગવત રહસ્ય -૨૦૩   રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.જનકપુરીના રાજા જનકને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –આવ્યા છે.ઋષિની સાથે કુમારોને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ? જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ? વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?   જનકરાજા મહાજ્ઞાની છે. શુકદેવજી જેવા પણ રાજાને ત્યાં સત્સંગ કરવા આવે છે. જનકનુ બીજું નામ પડ્યું છે –વિદેહી. દેહમાં હોવાં છતાં દેહનો ધર્મો જેને સ્પર્શી શકતા નથી-તે વિદેહી.