આ બધા ઉદ્યોગપતિઓ માણસો પાસે સતત કામ જ કરાવવા માગે છે પણ રોબોટ દ્વારા એ જ કામ કરાવે તો રોબોટને પણ ચાર્જ કરવાની જરૂર પડે . એ પણ ગરમ થઈને અટકી પડે કે સતત કામ કરતાં રહેવાથી કોઈ સર્કિટ બ્રેક પણ થઈ શકે. માણસને અમુક કલાક કામ પછી થોડો રેસ્ટ તો મગજ, હાથ પગ બધાને જોઈએ. જીવતાં પ્રાણીને ઊંઘ પણ આવે જે માણસને 7 થી 8 કલાક તો જોઈએ જ. બે વખત સરખું જમવા, ચા , નાસ્તો, સવારનું નહાવાનું, રોજિંદી ક્રિયાઓમાં પણ કુલ ત્રણેક કલાક જોઈએ. ઉપરાંત વાહનના પેટ્રોલની લાઇન, બગડે તો રિપેર, ઘરનાં પરચુરણ કામ વગેરે તો ખરું જ. પોતાના