વિશ્વનાં કુખ્યાત ધુતારા

પોતાના ફાયદા માટે બીજાને ગેરમાર્ગે દોરનારને આપણે ઠગ કહેતા હોઇએ છીએ જો કે ઇતિહાસમાં ઠગ એક એક સમુદાય માટે વપરાતો શબ્દ હતો જે તેમના શિકારને લલચાવીને તેમને લુંટી લેતા હતા હતા અને મોતને ઘાટ ઉતારતા હતા.અંગ્રેજીમાં છેતરપિંડી કરનારાઓ માટે કોનમેન શબ્દ વપરાય છે.આપણે ત્યાં ઠગ, ધુતારા જેવા શબ્દો વપરાય છે.આવા પ્રકારના લોકો દરેક જમાનામાં અસ્તિત્વ ધરાવતા હોય છે અને તેમની છેતરપિંડીની રીતો આશ્ચર્ય ચકિત કરનાર હોય છે. ફ્રાંક એબેન્ગલ એ ધુતારો હતો જેણે દુનિયાના લગભગ ૨૬ દેશોમાં લોકોને નકલી ચેક આપીને અઢી મિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી.હોલિવુડની ફિલ્મ કેચ મી ઇફ યુ કેન તેના જીવન પર આધારિત હતી.તે નાનો હતો