પ્રેમનો સ્વિકાર

  તનય  એક સુખી પરિવારમાં ઉછરેલો પોતાના માતા પિતાનું એક સંતાન હતું. તનય સિવાય તેના પેરેન્ટ્સને બીજું કોઈ સંતાન નહતું. તનયના પિતા અનિલભાઈ ભાવનગર શહેરની ખ્યાત નામ શામળદાસ ર્કોલેજમાં પ્રિન્સિપાલ હતા. સાથે તેઓ ગુજરાતી વિષયના અધ્યાપક પણ ખરા.   અને તેના મમ્મી ભવ્યા બહેન હાઈસ્કૂલમાં ટીચર હતા. એટલે પૈસાથી સદ્ધર જ સ્થિતિ હતી. તનય પોતે ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો. તે ભણી અને 'GYNECOLOGIST'  ડોકટર બને છે.  તે પોતાની પ્રેક્ટિસના કારણે ખુબ જ ફેમસ થાય છે. અને  ખુબ જ નામ અને પૈસા કમાય છે. અનિલભાઈ ગુજરાતી વિષયના અધ્યાપક હોવાથી તેમનામાં કાવ્ય તથા સાહિત્ય સર્જનની કુશળ કારીગરી હતી. પોતે ખુબ સાદાયથી જીવન