તારી પીડાનો હું અનુભવી - ભાગ 24

  • 400
  • 140

‘પછી શું?’ એ દિવસ મારી લાઈફનો બેસ્ટ ડે હતો. જ્યારે મને દાદાના દર્શન થયા. પહેલી જ મુલાકાતમાં એ મારા દિલમાં પરમાત્મ પ્રેમ જગાવી ગયા.‘પરમાત્મ પ્રેમ? એ કેવી રીતે?’‘કહું... કહું...’ સાંજે ચાર વાગે અમે એમના ઘરે પહોંચ્યા. હું અટકી. પારૂલ આન્ટીએ અંદર આવવા કહ્યું. એક બાજુ પાર વગરની શંકાઓ હતી અને બીજી બાજુ પારૂલ આન્ટી પ્રત્યે વિશ્વાસ. અમે ઘરમાં પ્રવેશ્યા.ઘર સામાન્ય લાગતું હતું. જૂના જમાનાનું હોય એવું દેખાતું હતું. વાતાવરણમાં સાદાઈ અને સજ્જનતાના પડઘા પડી રહ્યા હતા. પવિત્રતા ઘરના ખૂણેખાંચરેથી બહાર ડોકાઈ રહી હતી. જાણે પોતાના અસ્તિત્વનો ઢંઢેરો ન પીટાવતી હોય! ઘરમાં અદ્ભુત શાંતિ વર્તાતી હતી, મંદિર જેવી જ નીરવ શાંતિ!