મારા અનુભવો - ભાગ 24

  • 304
  • 102

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…24. "હાહાકાર"ધર્મ એટલે પ્રકાશ, ઉચ્ચ જીવન માટેનું પ્રેરણાબળ, શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રક બળ. જો એમાંથી કાંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો, ધર્મ માનવજીવનને ગૂંગળાવનારું અને લડાવી મારનારું અનિષ્ટ પણ થઈ જતું હોય છે. ધર્મના નામે જેટલા કલહ થયા તેટલા પૈસાના માટે નથી થયા. ધનકલહ શમાવી દેવો કઠિન નથી હોતો, પણ ધાર્મિક ઉન્માદને સમાવવો અત્યંત કઠિન હોય છે. ધર્મપ્રચારના નામે મોટા ભાગે પ્રચારકો સંકીર્ણતા તથા અમાનવતાનો પ્રચાર કરતા હોય છે. મારો વિશ્વાસ છે કે જ્યાં ધર્મપ્રચારકો પહોંચ્યા નથી