પ્રકરણ - 1 એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે. વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે. અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા. વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ? અરુણ - ઓકે. વેદિતા - ઓફિસમાં આજે