ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 23શિર્ષક:- ધર્માનંદ ચાલ્યા ગયા.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ ભાગ રજૂ કરવા માટે જ્યારે એનું લખાણ શોધતી હતી ત્યારે અન્ય એક સમાચાર જાણવા મળ્યા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પગ લપસતાં પડી ગયા હતા. એમની સારવાર અમદાવાદઃ ખાતે ચાલી રહી હતી. સ્વામીજીનાં ત્મમમ ગ્રુપમાં શેર કરાયેલ સંદેશ હું આપ સૌ સાથે શેર કરું છું અને સ્વામીજી હંમેશા સ્વસ્થ રહે એવી પ્રભુ પ્રાર્થના. પ.પૂજય મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ [ પદ્મભૂષણશ્રી ] શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જવાથી જમણાં પગમાં ફ્રેકચર થવાથી અમદાવાદમાં SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ ) માં દાખલ કરવામાં આવ્યા હતાં.