મજબૂત મનોબળ

  • 406
  • 88

આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મનનું "જોમ" મનની "દ્રઢતા" શા માટે જરૂરી છે? ગીતામાં અર્જુન પૂછે છે કે;" મનને નિયંત્રણમાં રાખવું એટલે વાવાઝોડાને રોકવું જેટલો દુષ્કર કાર્ય છે, પવનની જેમ આમથી તેમ ફંગોળાતા મનને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકા?ય મન તો ચંચળ છે." ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે "બુદ્ધિ વડે મનને, મન વડે ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયો વડે તેનાં દ્વારા થતા કર્મોને ચોક્કસથી અંકુશમાં રાખી શકાય છે. તે કાર્ય અઘરું છે અશક્ય તો નથી જ." ધીરજ વડે, સતત પ્રયાસના પ્રતાપે તેને યોગ્ય આયામોમાં, યોગ્ય રીતે અંકુશમાં ચોક્કસ રાખી શકાય છે .