લવ યુ યાર - ભાગ 73

  • 836
  • 1
  • 382

કિસ્મત પણ રુઠે ત્યારે બધી બાજુએથી રુઠી જાય છે.. સાંવરીએ પોતાના મિતાંશને ખૂબજ હિંમત આપી પરંતુ તેને એકલો ઓફિસમાં મૂકીને ઘરે જવાની તેની હિંમત ન ચાલી તેણે મિતાંશને પોતાની સાથે ઘરે આવવા માટે તૈયાર કર્યો અને બંને પોતાના ઘરે જવા માટે નીકળ્યા. મિતાંશ ખૂબજ ડિસ્ટર્બ હતો એટલે કાર પણ પોતે ચલાવવા માટે લઈ લીધી અને સાંવરી રસ્તામાં તેને સાંત્વના આપતી રહી કે, "બધું બરાબર થઈ જશે, તું ચિંતા ન કરીશ મિતાંશ અને ડેડીને પણ સારું થઈ જશે હમણાં મોમનો ફોન આવશે જોજેને..." અને મિતાંશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. હવે આગળ....બરાબર અડધા કલાક પછી મિતાંશના મોબાઈલમાં અલ્પાબેનનો ફોન આવ્યો કે, તારા