જિનાલયમાં ધ્યાનમાં રાખવાલાયક સૂચનો. ૧. પ્રભુદર્શન કે પૂજા કરવા દેરાસર ક્યારેક ખાલી હાથે જવું નહીં, ધુપ, અક્ષત, પૂજનાં ઉપકરણો તથા ભંડારમાં પુરવા પૈસા વિ. અવશ્ય સાથે લઈને જવું જોઈએ.૨. દેરાસર પૂજા-દર્શન કરવા આવતાં જતાં ત્યાં બેઠેલા ગરીબોને રોજ યથાશક્તિ દાન આપવું.૩. દેરાસરનાં કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા પછી સંબંધી કે ઓળખીતાઓ સાથે પરસ્પરના સમાચાર પૂછવા નહિ…ધંધા કે સંસાર સંબંધી કોઈપણ વાતચીત કરવી જોઈએ નહી.૪. પાનપરાગ, ગુટખા, બીડી-દવા, ખાવા-પીવાની વસ્તુ કે તેલ-છીંકણી…સુંઘવાની-લગાડવાની કોઈપણ વસ્તુ ખીસ્સામાંથી કાઢીને જ જિનાલયમાં પ્રવેશ કરવો. કેમ કે આ બધી વસ્તુ જિનાલયમાં લઈ જવી ઉચિત પણ નથી અને લઈ ગયા પછી વાપરવામાં પ્રભુજીના વિનયનો ભંગ થાય છે.૫. એંઠુ મોં સાફ