શીર્ષક : ચેન્જ યોર કૅલેન્ડર ©લેખક : કમલેશ જોષી શું છે તમારું થર્ટી ફર્સ્ટનું પ્લાનીંગ? ફેમિલી સાથે હોટેલમાં જમવા જશો? કે ઘરે જ કોઈ વાનગી બનાવશો? કોઈ ટાઉન હોલમાં કે પાર્ટી પ્લોટ પર સામુહિક ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ નવથી બાર માણશો? કે ટીવી પર જ ચાલતા કાર્યક્રમોને બાર વાગ્યા સુધી માણી દેશ વિદેશમાં ફૂટતા ફટાકડાઓ જોઈ આનંદની કીકીયારીઓ કરશો? કે પછી નાનકડી ભજન સંધ્યા કરીને કે કરાઓકે પર ગીતો ગાઈને કે નાનકડી પિકનીક કરીને ઉજવશો? કે પછી કંઈ જ નહીં કરો? “એમાં ઉજવણી શું કરવાની?” અમારા ગંભીર મિત્રે કહ્યું “કોઈનો અંતિમ સમય નજીક હોય, ચોવીસ કે અડતાલીસ કલાક છેલ્લા