સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું નૃસિંહના દિવ્ય મંત્રોનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. આ જ મંત્રોની આરાધના કરીને બ્રહ્માદિએ સૃષ્ટિ આદિનાં રચનાત્મક કર્મ કર્યાં. સંવર્તક (ક્ષ), ચંદ્ર (અનુસ્વાર), મૌલી (ઔ) અને વહ્ની (ર) થી શોભાયમાન એકાક્ષર મંત્ર ‘ક્ષ્રૌં’ કહેવામાં આવ્યો છે. આની સાધના કરનારાઓને તે સુરપાદપ અર્થાત કલ્પવૃક્ષના જેવું ફળ આપે છે. અર્થાત આ મંત્રની ઉપાસના કરનારની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. આ મંત્રના ઋષિ અત્રિ છે, છંદ જગતી છે, દેવતા નૃહરિ છે; સર્વ કાર્યોની સિદ્ધિના હેતુ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. ક્ષં બીજ છે, ઈ શક્તિ છે. ધનુષ, ચક્રને ધારણ કરનારા તથા અભયમુદ્રાને