રઘનાથભાઈનો દિકરી પ્રત્યેનો પ્રેમ... આપણે આગળ જોઈ ગયા કે અનાહિતા બહુ માસુમ અને નિર્દોષ છોકરી હતી.પરંતુ તેની માં ની આંખમાં આંસુ જોઈ તેની પણ આંખો ભરાઈ ગઈ હતી.રઘનાથભાઈનું કુંભમેળામાં શુ થયું તે હવે જોઈએ. હવે આગળ રઘનાથભાઈ દર્શન કરી આવ્યા. નિવેદિતાજી: અનાહિતાના પપ્પા તમે આવી ગયા? રઘનાથભાઈ: હા...બોલો શુ કામ હતું? નિવેદિતાજી: આ છોકરી ક્યારનીય રો રો કરે છે. અનાહિતાને ગોદમાં ઉઠાવી લે ત્યારે જ દિકરી શાંત થાય છે. નિવેદિતાજી: લ્યો બોલો બની શકે કે દિકરી તમને જ શોધતી હોય. અનાહિતા પા...પા...બોલી હાથ ઊચા કરી રહેલી. રઘનાથભાઈ: આવ તો બેટા,,,,આવ મારી દિકરી...હુ આવી ગયો છું ને ચાલ હવે શાંત થા.