નિતુ - પ્રકરણ 66

  • 750
  • 408

નિતુ : ૬૬(નવીન)નિતુની નજર કેબીનનાં ખુલતા દરવાજા ભણી હતી. વિદ્યા બહાર આવી અને આવતાની સાથે તેણે નિતુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીતિકા પણ એકીટશે તેને જોઈ રહી હતી. તે પોતાની જાતને જ કહેવા લાગી, "આ શું થઈ રહ્યું છે? મેડમે અચાનક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છે!... શું કહેવાનું હશે એને? એની આંખો... જાણે મને પ્રશ્ન કરી રહી છે કે પછી ફરિયાદ? પણ શેની ફરિયાદ? કંઈક છે જે તે કહેવા માંગે છે? કે પછી કોઈ રહસ્ય જેને હું સમજી નથી શકતી? કોઈક તો વાત છે જે વિદ્યાની આંખો બોલી રહી છે પણ હું સમજી નથી શકતી."કૃત્રિમ રીતે એક ઊંડો શ્વાસ લીધો