નિતુ - પ્રકરણ 66 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 66


નિતુ : ૬૬(નવીન)


નિતુની નજર કેબીનનાં ખુલતા દરવાજા ભણી હતી. વિદ્યા બહાર આવી અને આવતાની સાથે તેણે નિતુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીતિકા પણ એકીટશે તેને જોઈ રહી હતી. તે પોતાની જાતને જ કહેવા લાગી, "આ શું થઈ રહ્યું છે? મેડમે અચાનક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છે!... શું કહેવાનું હશે એને? એની આંખો... જાણે મને પ્રશ્ન કરી રહી છે કે પછી ફરિયાદ? પણ શેની ફરિયાદ? કંઈક છે જે તે કહેવા માંગે છે? કે પછી કોઈ રહસ્ય જેને હું સમજી નથી શકતી? કોઈક તો વાત છે જે વિદ્યાની આંખો બોલી રહી છે પણ હું સમજી નથી શકતી."


કૃત્રિમ રીતે એક ઊંડો શ્વાસ લીધો અને નિતુ પરથી ધ્યાન હટાવી તેણે મોટા અવાજે શરૂઆત કરતાં કહ્યું, "ઓકે... તો મને લાગે છે કે બધા આવી ગયા છે. હવે પછીની વાત ધ્યાનથી સંભાળજો. મારે તમારા બધા સાથે એક ઈમ્પોર્ટન્ટ વાત કરવાની છે."


એટલામાં મેનેજર મિસ્ટર જસપ્રીત શાહ ત્યાં આવી પહોંચ્યા અને વિદ્યાની બાજુમાં ઉભા રહ્યા. વિદ્યાએ એક નજર તેના તરફ જોયું અને તેણે મસ્તક હલાવી હા ભણી. તેની રજા મળતા વિદ્યાએ પોતાની વાત આગળ વધારી.


"છેલ્લા અમૂક વર્ષેમાં આપણી કંપનીએ હરણફાળ ભરી છે. ટાઈમ્સ માર્કેટિંગ્સ એટલે એડ્વર્ટાઇઝ અને મેગેજીનમાં હાલની તારીખમાં સૌથી મોખરે છે. તેનાં શ્રેયના જો કોઈ હકદાર હોય તો તે આપણા મેનેજર મિસ્ટર શાહ છે. જ્યારથી મેં આ કંપની શરુ કરી છે ત્યારથી તેઓ આપણી સાથે જોડાયેલાં છે અને તેની કરેલી મહેનત અમૂલી છે. મિસ્ટર શાહ છેલ્લા થોડાક સમયથી મારી સાથે એક મુદ્દે ડિસ્ક્સ કરી રહ્યા હતા. આજે સવારે તેઓએ મને પોતાનો અંતિમ નિર્ણય આપ્યો છે. આપણા મેનેજરે પોતાની ઉંમર પ્રમાણે હવે રીટાયર થઈ પોતાના પરિવાર સાથે બાકીનું જીવન વ્યતીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જુલાઈ મહિનો શરુ થઈ રહ્યો છે અને જુલાઈના એન્ડમાં તેઓ રીટાયર થઈ જશે."


વિદ્યાની વાત હજુ તો ચાલુ જ હતી પરંતુ શાહના રિટાયરમેન્ટ અંગેની વાત સાંભળી સ્ટાફ અંદરો અંદર ગણગણવા લાગ્યો. વિદ્યાએ આગળ ઉમેર્યું, "હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો? આ સાચું છે, આ મહિનાને અંતે જસપ્રીત શાહ વિદાય લેશે. એક બીજી ઈમ્પોર્ટન્ટ વાત. તેમના ગયા પછી તમારામાંથી જ કોઈ એકને નવા મેનેજરનું પદ આપવામાં આવશે. હવે તમે લોકો તમારું કામ કરી શકો છો."


જસપ્રીત શાહ સાથે બધાને લગાવ હતો અને તેના જવાનો અફસોસ હતો, પણ નવા મેનેજર તરીકે કોણ આવશે? એ પણ એક પ્રશ્ન હતો જેનું કૂતુહલ સ્ટાફમાં જાગ્યું. સામે આવેલ આ મુદ્દા અંગે દરેકે ચર્ચા શરૂ કરી દીધી.


નવીનને દરેક ક્ષેત્રે આગળ વધવાની લાલસા હતી. એમાં પણ ટાઈમ્સ જેવી કંપનીના મેનેજર થવું એટલે ખુબ ગર્વ અનુભવ્યા જેવું હતું. તેની આંખમાં આ પદ અંગે મોહ જાગ્યો. આજ સુધી તેનું પરફોર્મન્સ અન્ય લોકો કરતાં ઓછું નહોતું. એમાં પણ તેણે ખુબ ઝડપથી આસિસ્ટન્ટ ઓપરેટર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. અન્ય સ્ટાફ અંદરો અંદર વાતો કરતો હતો ત્યારે નવીન મનોમન આ પદનો વિચાર કરી રહ્યો હતો. નિતુની નજર તેના પર પડી. બાજુમાં બોલી રહેલી અનુરાધાને આંગળીનો ઈશારો કરતા કહ્યું, "એક મિનિટ અનુરાધા... હું હમણાં આવું." અને તે નવીન તરફ ચાલી.


તે બેધ્યાન હતો. તેની પાસે આવી નિતુ બોલી, "શું વિચારે છે નવીન?"


તે સભાન થયો અને કહ્યું, "ના... કંઈ નહિ."


વિદ્યા તેઓની બાજુમાં જ હતી. તેણે તેઓને જોયા અને ખોંખારો ખાતા તેનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તે બોલી, "નીતિકા, કમ ઇનસાઈડ."


"જી!" તેણે જવાબ વાળ્યો.


તે પોતાની કેબિનમાં ગઈ અને નવીન તેની સાથે કંઈજ ના બોલ્યો. નિતુ વિદ્યાનો આદેશ માનતા તેની પાછળ તેની કેબિનમાં પ્રવેશી.


"મેડમ!"


"આવ નિતુ... " તેણે પોતાનો ફોન ટેબલ પર મુક્યો અને બેસવાને બદલે ઉભી રહી. તે કોઈ પણ અન્ય વિષય પર વાત કરવા કરતા સીધી મુદ્દાની વાત પર આવવા માંગતી હતી એ નીતિકાને સમજાઈ ગયું. વિદ્યાએ આગળ કહ્યું, "... મારે તારી સાથે પણ એક અગત્યની વાત કરવાની છે."


તે ટેબલની સામેના ભાગમાં આવીને ઉભી રહી અને બેસવાને બદલે ખુરશીના બેકરેસ્ટને બંને હાથેથી થોભી કહેવા લાગી, "જી મેડમ, કહો શું વાત કરવી હતી આપને?"


"નીતિકા, તને નથી લાગતું કે આપણે થોડા દિવસોથી પહેલાની જેમ સાથે બેસીને વાતો નથી કરી?"


તેણે આશ્વર્ય પામતા પૂછ્યું, "હું સમજી નહિ. આપનો કહેવાનો શો અર્થ છે?"


તેના તરફ ઝૂકતાં તેણે પોતાની આંખો પહોળી કરી અને થોડા ઉગ્ર સ્વભાવે બોલી, "નીતિકા તને શું લાગે છે? જે કંઈ થઈ રહ્યું છે, હું એ બધાથી અજાણ છું? કે નાદાન છું જે સમજીશ નહિ!"


અસમંજસથી ભરેલી નીતિકા હજુ વિદ્યાની વાતને બરાબર સમજી નહોતી. તેણે બોલવાનો પ્રયત્ન કર્યો, "આ આપ શેની કહો છો એ બધું મને..."


પરંતુ તેની વાતને અવગણતા તેણે આગળ ઉમેર્યું, "તને લાગે છે કે તું અને કરુણા રોજે મળો છો એની મને જાણ નથી? મને દરેક વાતની જાણ છે પરંતુ તારી અને કરુણાની મેં દરકાર નથી લીધી. એનો અર્થ એમ નથી કે તું મન ફાવે એમ કરીશ. તું અને કરુણા મળી રહ્યા છો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ નવીન તારી નજીક આવી રહ્યો છે અને એ મને જરાય પસંદ નથી આવતું."


વિદ્યાના શબ્દો તેને આગની જેમ લાગ્યા અને તેનું અંતર ભળભળી ઉઠ્યું. "મેડમને મારી અને નવીનની તો ઠીક છે પણ કરુણા અને હું તો બહાર મળીએ છીએ, એની કેવી રીતે ખબર?" મનમાં આવા વિચાર ચાલી રહ્યા હતા, તો આંખમાંથી આઝાદી છીનવાઈ જવાની ભીતિના આંસુ દડવા લાગ્યા.


તેની આંખમાંથી નીકળતા આંસુ જોઈને વિદ્યાનો ઉગ્ર સ્વભાવ તુરંત શાન્ત થઈ ગયો. તે દોડી અને ટેબલ ફરતી તેની પાસે આવીને ઉભી રહી. તેનાં બંને બાવડા પકડ્યા અને ખુરશી પર બેસારી દીધી. "બેસી જા... તું અહીં બેસ..."  તે પણ તેની સામેની ખુરશી પર બેઠી અને તેને પંપાળતી રડમસ થઈ કહેવા લાગી, " તું રડ નહિ. સોરી નિતુ. આઈ એમ સો સોરી, મારે તારા પર ગુસ્સે નહોતું થવું... પ્લીઝ તું રડ નહિ..."


તેના વ્યવહારમાં આવેલો એકાએક આ પલટો નિતુ જોઈ શકતી હતી પરંતુ સમજી નહોતી શકી. ઉપરથી તે કરુણા અને પોતાને લઈને વિદ્યા વિશે અમૂક મૂંઝવણમાં હતી કે જે વિદ્યાના વ્યવહારને ખ્યાલ બહાર રાખતી હતી. વિદ્યા પણ નીચે માથું ઢાળીને ગમગીન હતી. જોકે આ કોઈ નાટક નહોતું. નિતુને એની આંખોમાં વાસ્તવિક્તા દેખાઈ રહી હતી.


"મેડમ..." વિદ્યાએ માથું ઊંચકાવ્યું કે તે આગળ બોલી, " તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. હું અને નવીન તો ખાલી સારા દોસ્ત છીએ બસ. એણે આજ સુધી મારી સાથે કોઈ આડુંઅવળું બિહેવિયર નથી કર્યું."


"આઈ નૉ ધેટ નિતુ, બટ..," સ્વસ્થ થતાં તે બોલી, " બટ યુ નૉ, મને તું ડરાવી રહી છે. તું મારાથી અલગ નહિ થાય ને?"


વિદ્યાએ કરેલો સવાલ અર્થહીન હતો પણ જવાબ આપવો જરૂરી, એવો સંભંધ જેને નિતુ પોતાના જીવનમાં ક્યાંય સ્થાન નથી આપતી, એને કઈ રીતે સ્વીકારે? "ના. મેં વિચાર સુધા નથી કર્યો કે હાલ હું કોઈ નવા સંબંધને મારી લાઈફમાં આવવા દઉં." નિતુએ ટૂંકમાં જ તેને ઉત્તર આપી દીધો.


નાનકડી સ્માઈલ હોઠ પર આણી તેણે નિતુને કહ્યું, "નિતુ, હું તને વધારે નહિ રોકું. મારી ઈચ્છા બસ તારી સાથે રહેવાની છે. બસ તું એટલી જ કે, તું માત્ર મારી સાથે સંબંધ રાખ. હું અન્ય કોઈને તારી આજુબાજુ સહન કરું શકું એટલી હિમ્મત મારામાં નથી. હું તને ક્યારેય કોઈ વાતનો ફોર્સ નહિ કરું." તેના એક હાથને હાથમાં જકડી તેની આંગળીઓનું ચુંબન લીધું અને બીજો હાથ તેના ગલ પર ફેરવ્યો.


નીતિકાએ તેની સ્માઈલનો જવાબ સ્માઈલથી આપ્યો, ઉભી થઈ અને કશું બોલ્યા વિના જતી રહી. વિદ્યા પોતાની ખુરશી પર પરત ફરી. તેનું ઉદાસ મન આજે કામ કરવાની પ્રેરણા નહોતું આપતું. સામે નીતિકાની દશા પણ તેના જેવી જ હતી. નવીન એ વાત નોટિસ કરી રહ્યો હતો, કે તે કેબિનમાં આવી ત્યારથી કશું બોલ્યા વિના કોઈ વિચારોમાં ગુમસુમ છે. આ સમયે તેની સામે જઈ વાત કરવાનું તેને યોગ્ય ના લાગ્યું અને તે પોતાના સ્થાને મૌન બેઠો રહ્યો.


આખી ઓફિસમાં આજે મેનેજર જસપ્રીતના રિટાર્યમેન્ટ અને નવા મેનેજર પદે કોણ આવશે એ જ મુખ્ય હતું. પરંતુ વિદ્યાની કે નિતુની કેબિનમાં કોઈ હલચલ નહોતી. જો નિતુ નવીનને પોતાની વાત કહે તો તે એનકેન પ્રકારેણ તેને વિદ્યાથી દૂર કરી શકે એટલો સમર્થ હતો અને નિતુ એ માનતી એ ખરું. પરંતુ આમ કરીને તે નવીન સાથે કોઈ સંબંધમાં પડવા નહોતી ઇચ્છતી. તેનું કરણ હતું આજે વિદ્યાએ બક્ષેલી આઝાદી અને કરુણા સાથેના તેના સંબંધની સ્વીકૃતિ. તેના મગજમાં કોઈ પ્રકારના વિચાર નહોતા આવી રહ્યા. તે બસ શાંત થઈને પોતાની ખુરશી સાથે અઢેલીને બેઠી હતી.


તેની આ ચૂપ્પીએ નવીન પણ ચૂપ થઈને પોતાનું કામ કરી રહ્યો હતો. તો વિદ્યા પણ નિતુ માફક પોતાની કેબિનમાં શાંત હતી. કારણ કે તેને ભીતિ હતી કે જો નવીન નિતુને મનાવવામાં સફળ જશે, તો તેને પોતાનાથી અલગ કરી દેશે. નીતિકાને હજુ કોઈ પ્રત્યે આશાવાદી થવાની જરૂર નહોતી લાગતી. એટલે તે શાંત હતી અને એ વાતે વિદ્યાને પણ નિરાંત હતી. પરંતુ શું આ શાંતિ યથાવત રહેવાની હતી? વિદ્યાની અનુભવી આંખોમાં નિતુએ જે ડર જોયો એને પારખી નહોતી શકી. પરંતુ વિદ્યાની ચિંતા કંઈક અલગ હતી. તે નીતિકાને અને તેની સાથેનાં સંબંધને ગુમાવવા નહોતી માંગતી.


આ શાંતિ યથાવત રહેનારી નહોતી. ભલે નિતુને આઝાદીનો અહેસાસ થતો હોય કે પછી એકલા સશક્ત હોવાની અનુભૂતિ. અમૂક એવા રહસ્યો અકબન્ધ હતા જેને વિદ્યાએ ખોલ્યા જ નહોતા. એક તરફ નિતુ માટે વિદ્યા સંબંધ ટકાવી રાખવાની વિનંતી કરી રહી હતી તો બીજી તરફ તેનાથી છુટકારો મેળવવા નવીનનો હાથ પકડી લેવાનો વિકલ્પ હતો. તે દરેક વાતે નિશ્ચિંત હતી. તે બંને પોત- પોતાની કેબિનમાં શાન્ત થઈને બેઠી હતી પરંતુ આ શાન્તિ તોફાન પહેલાની હતી. એ શાન્તિ જે તેના જીવનનું સૌથી મોટું તોફાન લાવવની તૈય્યારીમાં હતી. નિતુના મનમાં વિદ્યા હતી, વિદ્યાની લેપટોપ સ્ક્રીન પર નિતુ, તો વિદ્યાનાં કમ્પ્યુટર પર ફ્લેશ થઈ રહેલો મયંકનો ઈમેઈલ, જેનું સ્ટેટ્સ હતું અનરીડ.