કોટેશ્વર - પશ્ચિમનું કન્યાકુમારી?

માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વરઘણા લાંબા સમયથી કચ્છના અંતિમ છેડાઓ જોવાની ઇચ્છા હતી તે માટે રોડ ટુ હેવન એક બાજુ અને કોટેશ્વર બીજી તરફ જોવા અમદાવાદ થી રાત્રે ભુજ જવા નીકળી સવારે  બને એટલા જલ્દી, 8.50 વાગે સ્ટાર્ટ થયા. હમીરસરની ધારેધારે દક્ષિણ તરફ આગળ વધી એક ગોગા ટી હાઉસની  લગભગ એકલા દૂધની ચા પીધી. સવારે 10 વાગે દેશલપર નાસ્તો કરવા ઊભા. ગરમાગરમ  ગાંઠીયા જલેબીનો નાસ્તો અને ત્યાંનાં વખણાતાં ખાજા, પેંડા  લીધા. અહીંનો માવો  વખણાય છે.11.15 વાગે માતાનો મઢ આવ્યું.માતાનો મઢ  એ આશાપુરા માતાજીનું સ્થાનક છે. ઘણી અટકોનાં કુળદેવી છે એટલે વાળ ઉતરાવવા, લગ્ન પછી છેડાછેડી છોડવા, નવજાત બાળકને પગે લગાડવા કે કોઈ