પ્રેમ : જીવનનો આધાર - 2

આગળ કહ્યું એમ કે પ્રેમમાં ભય, મોહ, ક્રોધ, ઈર્ષા, અભિમાન, કે એવા કોઈ પણ વિકારોનું સ્થાન નથી.ચાલો મિત્રો શરૂ કરીએ પ્રેમને જાણવા, સમજવા, માણવા માટેનો અનોખો સફર....પરંતુ જો આ વિકારો આપણી અંદર હોય જ નહીં તો આપણે મનુષ્ય કેમ કહેવાયે. પ્રત્યેક વિકારોના બે પાસઓ હોય છે – પહેલું વિકારાત્મક અને બીજું વિકાસાત્મક. ઉદાહરણથી સમજીએ – ભય નામનો વિકાર મનમાં હોવો પણ જોઈએ અને ન પણ હોવો જોઈએ. હવે આ શું વાત થઈ ? ભય નામનો વિકાર હોવો જોઈએ - આપણને એ ભય હોવો જોઈએ કે જો હું કઈક ખોટું કરીશ તો ભગવાન મને એની સજા આપશે, જો આમ કરીશ તો મારા