ધર્મનું ધીંગાણું

“ધજડી ગામે બેસણા તારા, ને પરચાનો નહીં પાર.હાકલે થતાં હાજર, દાદા મહિમા તમારો અપાર.”૧૬મી સદીનાં છેલ્લાં દાયકાની આ વાત છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનું પંખીના માળા જેવડું નાનું એવું ધજડી ગામ છે. ગામમાં આહીર, કાઠી, રબારી (ભરવાડ), કણબી વગેરે નાત રહે છે. વહેલી સવારનો‌ પ્હોર છે. તમરા હજું તમ તમ બોલે છે. ઠંડા પવનનાં વાયરાઓ વાય છે. નદીમાં વહી જતાં પાણીનો મધુર ખળ ખળ અવાજ સંભળાય રહ્યો છે. વાડામાં ફરતી રોજી ઘોડી પણ હણહણાટી રહીં છે. કૂકડો બોલવાની બસ‌ તૈયારી જ છે. સુરજ નારાયણ દૂધનો કટોરો મોંઢે માંડ્યો છે, બસ પુરો થાય એટલે સૂરજ નારાયણ પણ રન્નાદેને ઓરડેથી નિકળવા તૈયાર