"સાંઈ દર્શન" કોમ્પલેક્ષના છઠ્ઠા માળના ફોર બેડરૂમ હોલ કિચનના ફલેટના એક બેડરૂમમાં કિંગ સાઇઝ બેડ પર હેપ્પી ફેલાઈને સૂતી હતી. રણશિંગુ વાગે એવા મોટા નસકોરા બોલાવી રહી હતી. બેડ પર જ એક સાઈડ લેપટોપ ખુલ્લું પડ્યું હતું. કદાચ રાતે મોડે સુધી કામ કરતી હશે અને કામ કરતાં કરતાં જ સૂઈ ગઈ હશે. હેપ્પીના ઘરની બેલ વાગી. એક વાર, બે વાર, ત્રણ વાર...લગભગ પાંચેક વાર બેલ વાગી એટલે હેપ્પી સળવળીને હાથ બાજુમાં લઈ જઈ બોલી, "પરમ, જા ને દરવાજો ખોલને યાર. ક્યારની બેલ વાગે છે." સામે કઈ જવાબ ન મળતાં તેણે પોતાની ઉંઘરેટી આંખો ખોલી એ પણ માંડ