એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૨

"ચલો આજ આપણે દેવને સાઈડમાં મૂકીને એક નવું રિલેશન ક્રિએટ કરીએ"અજય ઉભો થઈને નિત્યાની સામે ઉભો રહ્યો અને હાથ આગળ કરતા બોલ્યો.આ સાંભળી નિત્યા ચોંકીને ઉભી થઇ ગઈ અને બોલી,"વ્હોટ?"અજય નિત્યાએ એના બોલ્યાનો શું મતલબ નીકાળ્યો એ સમજી ગયો એટલે એ નિત્યાને એક્સ્પ્લેઇન કરતા બોલ્યો,"નો નો નો નો,આઈ ડિડન્ટ મીન ધેટ.તમે જેવું સમજી રહ્યા છો એવું નઈ.મારો કહેવાનો મતલબ એ હતો કે અત્યાર સુધી આપણે દેવના લીધે એકબીજાને ઓળખતા હતા તો હવે આપણે ફ્રેન્ડ બનીને દેવને બાજુમાં મૂકીએ અને આપણી ન્યુ ફ્રેન્ડશીપના લીધે આ તમે તમે કહેવાનું બંધ કરીને આપણા વચ્ચેની ઓકવર્ડનેસને દૂર કરીએ""ઓહહ,તો બરાબર"નિત્યાને થોડી હાશ થઈ અને એ