ભાગવત રહસ્ય - 171

ભાગવત રહસ્ય-૧૭૧   આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે. કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ. એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.   ત્યાં જુના મુનીમ ફરતા ફરતા આવ્યા-તેમને પૂછ્યું-કે આ ચોપડામાં –પિતાજીએ લખ્યું છે-તેનો અર્થ શો ? મુનીમે કહ્યું-તમારાં ઘરમાં ગંગા-યમુના નામની બે ગાયો છે-તે જે જગ્યાએ બાંધવામાં આવે છે-તેની વચ્ચે આ રૂપિયા છે.હવે આ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે-   ગંગા-યમુના –એ-ઈડા-પિંગલા –બે નાડીઓ છે.તેની મધ્યમાં સુષુમણા