ભાગવત રહસ્ય-૧૭૦ હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. ૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે. --મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના. પ્રહલાદ ચરિત્ર સંભાળ્યા પછી ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે- મનુષ્યનો ધર્મ સમજાવો. ૧૧ થી ૧૫ અધ્યાયમાં ધર્મની કથા છે.મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે. સર્વ સુખનું સાધન ધન નથી પણ ધર્મ છે. માનવ સૃષ્ટિ નું સંચાલન કરવા ભગવાને જે કાયદા