ભાગવત રહસ્ય-૧૬૯ ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ લોકોનાં એંઠાં પતરાવડા ઉપાડે છે. હલકામાં હલકું કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે ? આ છે-ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ.ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી, ફળની કોઈ અપેક્ષા નથી,કોઈ સ્વાર્થ નથી,આશા નથી-છતાં કર્મ કરે છે. ભગવાન જેવું બોલ્યા છે-તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે.કોઈ જ સ્વાર્થ નથી પણ પાંડવોના ઘેર સેવા કરે છે.શ્રીકૃષ્ણ, એંઠાં પતરાવડા ઉપાડે એટલે ધર્મરાજા એમ માને છે-કે મામાના દીકરા છે-એટલે મારું સઘળું કામ કરે એમાં શું નવાઈ ? ધર્મરાજા ભૂલી ગયા છે-કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે. અને તેથી બોલે છે-કે