ભાગવત રહસ્ય - 168

ભાગવત રહસ્ય-૧૬૮   નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું.ધર્મરાજા જવાબ આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા હતા !! ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે.હું પંચાવન વર્ષનો થયો,મને હજુ એકવાર પણ પ્રભુના દર્શન થયાં નથી.   મારું જીવન પશુ માફક ગયું. કૂતરો જેમ રોટલા માટે રખડે છે.તેમ પૈસા માટે હું રખડ્યો.પશુની જેમ ખાધું, પશુની જેમ ઊંધ લીધી.વાસના જાગી ત્યારે કામાંધ થયો.મનુષ્ય થઇ જીવનમાં પ્રભુ માટે કોઈ સત્કાર્ય કર્યું નહિ. ધિક્કાર છે મને. મારામાં અને