ભાગવત રહસ્ય-૧૬૬ નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.” વિષયોને ભોગવતાં આ સંસારને બનાવનાર ઈશ્વરને ભૂલવાના નથી.સંસારને ભોગદૃષ્ટિથી નહિ પણ ભગવદદૃષ્ટિથી જોઈએ તો સુખી થવાય છે. મનુષ્ય સંસારમાં પાપ છે-એની