ભાગવત રહસ્ય - 165

  • 128

ભાગવત રહસ્ય-૧૬૫  વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.” “શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”   નામદેવ વધુ ખાંડ લઇ આવી અને દૂધમાં વધારે ખાંડ નાખે છે.પણ હજુ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી. નામદેવ ઈશ્વરને વારંવાર વિનવણી કરે છે.લાલાજીને મનાવે છે. છતાં લાલાજી દૂધ પીતા નથી. નામદેવનું હૃદય હવે ભરાણું છે.નામદેવ બાળકસહજ ભાવથી વિઠ્ઠલનાથજીને કહે છે- “વિઠ્ઠલનાથ,