ભાગવત રહસ્ય - 156

  • 484
  • 168

ભાગવત રહસ્ય-૧૫૬   દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ? પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.   ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)અતિ સૂક્ષ્મ છે.મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપ નો અનુભવ થતો નથી.ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી.ગીતામાં અર્જુન