ભાગવત રહસ્ય - 153

  • 324
  • 94

ભાગવત રહસ્ય-૧૫૩   દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.   ભેદભાવથી ભેદબુદ્ધિ થાય અને તેમાંથી –હું અને મારું.(અહંતા ને મમતા) પેદા થાય છે. મમતાનો કદાચ વિવેકબુદ્ધિથી નાશ થાય છે.પણ અહંભાવનો નાશ